Business Ideas : તમે ફક્ત પંદર હજારમાં ધંધો શરૂ કરો, થશે જોરદાર લાખોમાં કમાણી

WhatsApp Join
Telegram Join

Business Ideas : અત્યારના ઝડપી સમયમાં ઘણા લોકો અલગ-અલગ વેપાર ના આઈડિયા પર કામ કરીને મહિને અને વર્ષે લાખો રૂપિયા માં કમાણી કરી રહ્યા છે.નવા બિઝનેશ આઈડિયા ની વાત કરીયે તો અત્યરે ઉત્પાદનની માંગ પણ ઘણી વધુ હોઈ છે. ઘણી વખત વેપાર માં રોકાણ કરવા માટે પૈસાના હોતા નથી અથવા નવા બિઝનેસ આઈડિયાના અભાવે આપણે પોતાનો બિઝનેસ શરૂ કરી શકતા નથી. આવા ઘણા બિઝનેસ છે જેમાં માત્ર પંદર હજાર રૂપિયાનું રોકાણ કરીને સારામાં સારી કમાણી કરી ને લાખો રૂપિયા કરી શકાય છે.

પાણીની બોટલનો વ્યવસાય

સમગ્ર ભારતના અત્યારે સ્વચ્છ પાણીની માંગ ખુબ જ ઝડપથી વધી રહી છે, ત્યારે તમે પાણીની બોટલ નો વ્યવસાય શરૂ કરી શકો છો આ માટે તમારે બોટલ પાણીની બનાવવાનું મશીન ખરીદવું પડશે. આ ઉપરાંત તમારા પાસે એક મોટા રૂમની વ્યવસ્થા ની જરૂર પડશે. આમાં તમે તમારી બોટલ બનાવીને સ્ટોર કરશો. પાણીની બોટલ બની ગયા પછી તમારે એ બોટલને વેચવા માટે શરૂઆતમાં થોડી મહેનત કરવી પડશે. ત્યાર પછી માર્કેટના વેપારીઓ જાતે જ તમારો સંપર્ક કરવાનું શરૂ કરશે.

હોમ ફૂડ વ્યવસાય

તમે ખાખરા ચોળાફળી , પાપડ, અથાણું વગેરે ઘરે બનાવીને એને વેચવાનો વ્યવસાય શરૂ કરી શકો છો. આ વ્યવસાય તમે તમારા ઘરમાં પણ શરૂ કરી શકો છો. આ હોમ ફૂડ વ્યવસાય માટે ત્રણ થી વધુ લોકોની જરૂર પડશે. આવી સ્થિતિમાં, શરૂઆતમાં તમે તમારા પરિવારમાંથી સભ્યો ને મદદથી લઈને શરૂ કરી શકો છો. આ કામ માટે પહેલા તમારે તમારી ઘરે બનવેલ પ્રોડક્ટને તમારા ગામ કે શહેરના કરિયાણાની દુકાન પર પહોંચાડવી પડશે. આ સાથે, જો શક્ય હોય તો, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને પણ વેચી શકો છો.

સૂકી મીઠાઈનો ધંધો

તમે રસ ગુલ્લાં,બરફી, લાડુ, સોનપાપડી, વગેરે જેવી સૂકી મીઠાઈઓનો બનવવાનું ઘરે શરૂ કરી શકો છો. અત્યારે તહેવારોની મોસમમાં સૂકી મીઠાઈઓની ખુબજ માંગ હોઈ છે, આ કામ ઓછા ખર્ચે શરૂ કરી શકાય છે. પરંતુ જો કે માલ ન વેચાય તો નુકશાન થવાની સંભાવના રહેલી છે. આવી સ્થિતિમાં, આ વ્યવસાય શરૂ કરતા પહેલા, બજાર અને વેચાણનો નો સર્વે કરવો જોઇએ છે.

હેન્ડમેડ જ્વેલરીનો વ્યવસાય

તમે માળા, ગળાની ચેન , હાથમાં પહેરવા માટે બ્રેસલેટ વગેરે જેવી હાથથી બનાવેલી જ્વેલરી બનાવી અને એને વેચી શકો છો. હાલના સમયમાં ઓનલાઈન જ્વેલરીનો ક્રેઝ ખુબજ મોટા પ્રમાણમાં છે. અત્યારે આવી હાથથી બનાવેલ જ્વેલરીની માંગમાં વધારો થયો છે. તમે હાથથી બનાવેલ જ્વેલરી સોશિયલ મીડિયા અને ઑનલાઇન ડિલિવરી સાઇટ્સ દ્વારા પણ વેચી શકો છો.

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને Business Ideas જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું

Leave a Comment